પંચમહાલ લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : સાંજે 6 વાગ્યા સુધીમાં અંદાજીત 60 % મતદાન નોંધાયું

ગોધરા, 18- પંચમહાલ લોકસભા બેઠક ઉપર વહેલી સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું. 7- વિધાનસભા વિસ્તારોને આવરી લેતી લોકસભા બેઠક ઉપર મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. લોકસભા બેઠકના કાલોલ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ મતદાન નોંધાવા પામ્યું છે. સાંજે 6 વાગ્યા સુધી અંદાજીત 60 % મતદાન નોંધાવા પામ્યું છે.

પંચમહાલ લોકસભા બેઠક વિસ્તારના કાલોલ, ગોધરા, ઠાસરા, બાલાસીનોર, મોરવા(હ), લુણાવાડા, શહેરામાં વહેલી સવારથી મતદાન મથકો ઉ5ર મતદારો મતદાન કરવા માટે પહોંંચ્યા હતા અને ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળ્યા હતા. જેમ તાપમાનનો પારો ઉંંચકાતા સાથે મતદારો મથક સુધી નહિ બપોરના સમયે મતદાન બુથો સુના જોવા મળ્યા હતા. પંંચમહાલ લોકસભા બેઠક વિસ્તારના કાલોલ વિધાનસભા વિસ્તાર મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. સાંજે 5 વાગ્યા સુધી 64.30 % મતદાન નોંધાવા પામ્યું છે. ગોધરા વિધાનસભા બેઠક વિસ્તારમાં 54.46 % મતદારોએ પોતાના મતાધિકારોનો ઉ5યોગ કર્યો. ઠાસરા વિધાનસભા બેઠક ઉપર 50.07% મતદાન નોંધાયું છે. બાલાસીનોર 49.80 % મતદાન નોંંધાવા પામ્યું છે. મોરવા(હ) 50.54% મતદાન જયારે શહેરા વિધાનસભા બેઠક વિસ્તારમાં મતદારોએ મતદાન કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સાંજે 5.00 વાગ્યા સુધી 58.17% મતદાન નોંધાવા પામ્યું છે. પંચમહાલ લોકસભા બેઠક ઉપર કોઈ અનિચ્છનીય ધટના વગર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પુરું થયું હતું. પંચમહાલ લોકસભા બેઠક ઉપર સાંંજે 6.00 વાગ્યા સુધી અંદાજીત 60 % મતદાન નોંધાવા પામ્યું છે.

18 પંચમહાલ સંસદીય મતવિસ્તારના ગોધરાના બુથ નંબર 180- સખી મતદાન મથક ખાતે પંચમહાલ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પરિવાર સાથે સૌપ્રથમ મતદાન કર્યું : લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.

ગરબા થકી વધુમાં વધુ મતદાન માટેનો સંદેશો : 18 પંચમહાલ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ગોધરા તાલુકાના સરસાવ બુથ નંબર-03 ખાતે મહિલાઓએ મતદાન કર્યા પછી ગરબે ઝૂમીને વધુમાં વધુ મતદાન માટે સંદેશો પાઠવ્યો હતો.

  • 126-ગોધરાના એસ.ટી.નગર-2, ભુરાવાવ ખાતે થર્ડ જેન્ડર મતદારો દ્વારા સામૂહિક મતદાન કરી તમામ નાગરિકોને ફરજીયાત મતદાન કરવા અપીલ કરી હતી. કિન્નર સમાજે સામૂહિક મતદાન કરીને, મતદાનનો સંદેશો પાઠવ્યો હતો.
  • જીલ્લામાં દિવ્યાંગ જનો, વયોવૃદ્ધ અને પ્રભુતામાં પગલા પાડનાર યુગલોએ પણ મતદાન થકી પોતાની ફરજ અદા કરી.
  • મતદાનના દિવસે ગોધરા શહેરના ભાગ્યોદય સર્જીકલ હોસ્પિટલ દ્વારા મતદાન કરી આવશે અને આંંગળી ઉપર મતદાનનું નિશાન બતાવશે તેની પાસે કોઈ પ્રકારની તપાસ ફી લેવામાં આવશે નહી.
  • ગોધરા ધારાસભ્ય સી.કે.રાઉલજી દ્વારા વાવડી બુઝર્ગ પંચાયત ખાતે પરિવાર સાથે મતદાન કર્યું.
  • પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ એ પોતાના પરિવાર સાથે કરોલી પ્રા.શાળા ખાતે આવેલ બુથમાં મતદાન કર્યુ.
  • જીલ્લાના કાલોલ નગરમાં ભાજપ કાર્યકરો દ્વારા આતશબાજી કરાઈ મતદાન સંપન્ન થયા બાદ સૌથી વધુ મતદાન નોંધાતા ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી કરી ઉજવણી કરાઈ. ત્યારબાદ પંચમહાલ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર દ્વારા કાલોલ વિધાનસભા મત વિસ્તારના મતદારોનો વિશેષ આભાર માન્યો.