ગેંગસ્ટર વિકાસ દુબેને લઇ સૌથી મોટા સમાચાર, પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠાર!

ગેંગસ્ટર વિકાસ દુબેને લઇ સૌથી મોટા સમાચાર,પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ઠારઆઠ પોલીસકર્મચારીઓની હત્યાના માસ્ટરમાઇન્ડ વિકાસ દુબેના એન્કાઉન્ટરના સમાચાર છે. સૂત્રોનો દાવો છે કે આ એન્કાઉન્ટરમાં ગંભીર રીતે ઘાયલ વિકાસ દુબેનું મોત થયું છે. હાલ સત્તાવાર રીતે પુષ્ટિ થઇ નથી. વિકાસ દુબેને સ્ટ્રેચર પર લાલા લજપતરાય હોસ્પિટલમાં લવાયો છે.ઉલ્લેખનીય છે કે વિકાસ દુબેને કાનપુર લાવામાં આવી રહેલા એસટીએફના કાફલાની ગાડીને આજે સવારે અકસ્માત નડ્યો. અકસ્માત કાનપુર ટોલ પ્લાઝાથી 25 કિલોમીટરના અંતર પર થયો. કહેવાય છે કે જ્યારે ગાડીનો અકસ્માત થયો ત્યારે વિકાસ દુબે હથિયાર છીનવીને ભાગવાની કોશિષ કરવા લાગ્યો.ઘટનાસ્થળથી સાત થી આઠ કિલોમીટરના અંતર પર વિકાસ દુબે અને પોલીસની વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં વિકાસ દુબે ગંભીર રીતે ઘાયલ થયો હતો. વિકાસ દુબેના ઠારના સમાચાર છે. હજુસત્તાવાર પુષ્ટિ થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *