ગોધરા સાતપુલ વિસ્તારમાં લાકડાના ગોડાઉનમાં આગ લાગતાં દોડધામ : ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

  • આગની ધટનામાં બે કાર બળીને ખાખ થઈ.

ગોધરા, ગોધરા સાતપુલ વિસ્તારમાં કેપ્સુલ ગોડાઉન પાસે લાકડાના ગોડાઉનમાં કોઇ કારણોસર આગ લાગી હતી. લાકડાના ગોડાઉનમાં લાગેલ આગને લઈ દોડધામ મચી જવા પામી હતી. આગની ધટનાની જાણ નગર પાલિકા ફાયર બ્રિગેડને કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ગોધરા પશ્ર્ચિમ વિસ્તારના સાતપુલ કેપ્સુલ ગોડાઉન પાસે આવેલ લાકડાના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ લાગી હતી. લાકડાના ગોડાઉનમાંં લાગેલ આગે રોદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગોડાઉન પાસે પાર્કીંગ કરેલ બે કાર પણ આગની ઝાપટમાં આવી જતાં કાર બળીને ખાખ થઈ હતી. આગની ધટના અંગે પાલિકા ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ફાયટરો દ્વારા બે ફાયર વાહન દ્વારા બે કલાક સુધી સતત પાણીનો મારો ચલાવીને આગ ઉ5ર કાબુ મેળવ્યો હતો. આગની ધટનામાં સદ્દનસીબે કોઇ જાનહાનિ થવા પામી ન હતી.