ગોધરા બસ સ્ટેન્ડ પાછળ બીગ સેલ નામની દુકાનમાં આગ લાગતાં અફરાતફરી ફાયર ફાયટરો પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો

ગોધરા, ગોધરા બસ સ્ટેન્ડની પાછળ ધરવખરી, કપડાં અને પ્લાસ્ટીકનો સેલ આવેલ હોય આ સેલમાંં કોઈ કારણોસર આગ લાગી હતી. સેલમાં લાગેલ આગના કારણે અફરાતફરી મચી જવા પામી હતી. આગની ધટનાને લઈ પાલિકા ફાયર બ્રિગેડને ફોન કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ગોધરા લાલબાગ બસ સ્ટેન્ડ પાછળના ભાગે બીગ સેલ નામની દુકાનમાં કોઇ કારણોસર આગ લાગી હતી. પ્લાસ્ટીક, વરખરી અને કપડાના સેલમાં આગની ધટનાને લઈ અફરાતફરી મચી જવા પામી હતી. સેલમાં લાગેલ આગને લઇ પાલિકા ફાયર વિભાગને ફોન કરતાં ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. બીલ સેલમાં લાગેલ આગના કારણે કપડા અને પ્લાસ્ટીક સહિતનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.