વિવાહની કાયદેસરતા

સુપ્રીમ કોર્ટે હિંદુ વિવાહ પર એક નવી વ્યવસ્થા આપતાં કહ્યું કે જો અપેક્ષિત વિવાહ સમારોહ ન થયો તો હિંદુ વિવાહ અમાન્ય ગણાય. અદાલતે હિંદુ વિવાહ અધિનિયમ ૧૯૫૫ અંતર્ગત વિવાહની કાયદાકીય જરૂરિયાતો અને પવિત્રતાને સ્પષ્ટ કરવાની જે કોશિશ કરી છે, તેના પર પૂરતી ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. આ ફેંસલાને સમગ્રતામાં ન સમજવામાં આવ્યો તો હિંદુ વિવાહની કાયદેસરતાને લઈને હંમેશાં સવાલ ઉઠશે. ન્યાયાલયે ભાર મૂક્યો કે હિંદુ વિવાહની કાયદેસરતા માટે સપ્તપદી (સાત ફેરા) જેવા યોગ્ય સંસ્કાર અને સમારોહ જરૂરી છે. વિવાદની સ્થિતિમાં સમારોહના પુરાવા રજૂ કરવા જરૂરી છે. સાત ફેરા અને સમારોહનું મૂલ્ય સમજાવવાની આ કોશિશ યાન આપવા લાયક છે. એમાં કોઈ શંકા નહીં કે વિવાહ સંસ્કારનું મૂળ મહત્ત્વ પહેલાંની તુલનામાં ઓછું થયું છે, હવે વિવાહ ઘણા માટે એક દેખાડો, મજબૂરી કે સમજૂતી માત્ર રહી ગયો છે. ન્યાયમૂત બી.નાગરત્નાએ પોતાના ચુકાદામાં બિલકુલ યોગ્ય કહ્યું કે હિંદુ વિવાહ એક સંસ્કાર છે, જેને ભારતીય સમાજમાં એક મહાન મૂલ્યની સંસ્થા રૂપે દરજ્જો આપવો જોઇએ.

જોકે વિવાહની પવિત્રતાનો આભાસ સમાજમાં સમય સાથે ઘટ્યો છે અને તેમાં સુધારની જરૂર છે. જે લોકો વિવાહને માત્ર એક રજિસ્ટ્રેશન માને છે, તેમણે ચેતી જવું જોઇએ. તેમણે સાત ફેરાનો અર્થ સમજવો પડશે. સાત ફેરાનો અર્થ સમજ્યા વિના હિંદુ વિવાહને ન સમજી શકાય અને સર્વોચ્ચ ન્યાયાલયના તાજા ફેંસલામાં એવી જ સમજાવટ દેખાય છે. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે હિંદુ વિવાહ એક સંસ્કાર છે અને તે નાચ-ગાન, ખાવા-પીવાનું આયોજન નથી. અપેક્ષિત વિવાહ સમારોહ થવો જોઇએ, તેના વિના માત્ર રજિસ્ટ્રેશનથી વિવાહ કાયદેસર નથી થઈ જતા. દહેજ કે ગિટોનું આદાન-પ્રદાન પણ વિવાહ નથી અને તેને રોકવા માટે કાયદા પણ લાગુ છે. એકંદરે, જો ન્યાયાલયનો સંદેશ એ છે કે નકામા તમાશા-દેખાડાથી બચતાં વિવાહના મૂળ અર્થને સમજવો જોઇએ, તો તે સુખદ અને સ્વાગતયોગ્ય છે. છતાં અદાલતોએ સચેત રહેવું પડશે કે તાજા ફેંસલા બાદ વિવાહ રજિસ્ટ્રેશનનું મહત્ત્વ ક્યાંક ઓછું ન થઈ જાય. અસંખ્ય વિવાહ બહુ જરૂરી હોય તો અથવા સુરક્ષાની દૃષ્ટિએ સુનિયોજિત રીતે રજિસ્ટર કરાવવામાં આવે છે. વિવાદ રજિસ્ટ્રેશનનો આ રસ્તો જો બંધ ન થાય તો સમાજમાં અપેક્ષાકૃત વધુ ઉદારતા બહાલ રહેશે. હિંદુ વિવાહને લઈને હવે વધુ સ્પષ્ટતાની જરૂર છે. પાછલાં વર્ષોમાં કેટલીક ખાસ હાલતને કારણે અનેક એવા અદાલતી ચુકાદા આવ્યા છે, જેના પછી વિવાહ સંબંધી નિયમ-કાયદાને ઉકેલવાની જરૂર વધી ગઈ છે. દાખલા તરીકે એક ફેંસલો જુઓ. અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ પીઠે ગત દિવસોમાં એમ માન્યું કે હિંદુ વિવાહ અધિનિયમ અનુસાર, હિંદુ વિવાહને સંપન્ન કરવા માટે કન્યાદાન સમારોહ જરૂરી નથી. એ ફેંસલામાં પણ સપ્તપદીના મહત્ત્વને દર્શાવવામાં આવ્યું હતું.