પૈસાનું રોકાણ કરવા માંગતા હોય તેમના માટે કામના સમાચાર…

છેલ્લા ઘણા વર્ષથી સોનાની કિંમતમાં સારો એવો ઉછાળો થઈ રહ્યો છે અને સોનામાં રોકાણ કરતાં લોકોને સારું એવું રિટર્ન પણ મળી રહ્યું છે. પાંચ જ વર્ષમાં સોનાની કિંમત ડબલ થઈ છે. ત્યારે હાલમાં ગ્લોબલ સ્તર પર 2,058 પ્રતિ ઔંસ જ્યારે ભારતમાં MCX પર સોનાનો ભાવ એક તોલા ( 10 ગ્રામ ) માટે 63393 રૂપિયા છે.

  • રોકાણ કરવા માટે સોનું સૌથી બેસ્ટ 
  • 2024માં જુઓ ક્યાં સુધી પહોંચી શકે છે ભાવ 
  • યુદ્ધ અને ચૂંટણીઓ વચ્ચે ભાવમાં આવી શકે છે તેજી 

2024માં રોકાણ કરવા માટે સોનું જ સૌથી બેસ્ટ 

2023માં મિડલ ઈસ્ટ દેશોમાં યુદ્ધના કારણે સોનાની કિંમતમાં ઉછાળો થયો હતો અને અનુમાન છે કે 2024માં પણ આવો જ ઉછાળો ફરી જોવા મળશે. એવામાં રોકાણ કરવા માટે 2024નું વર્ષ બેસ્ટ છે. સોનાના ભાવ 70 હજારને પાર પણ થઈ શકે છે. PTI ના અહેવાલ અનુસાર 2023ના મે મહિનામાં સોનાનો ભાવ 61,845 પ્રતિ 10 ગ્રામ હતો જે ડિસેમ્બર મહિનામાં 64,063 પર પહોંચી ગયો, જોકે આજનો ભાવ 63393 રૂપિયા છે.

આ પણ વાંચો : કરોડપતિ બનવું હોય તો આ આદતો ને કરો દૂર : એક્સપર્ટ જણાવ્યું 100 રૂપિયાના ખર્ચ અને બચતનું જોરદાર ગણિત.

જ્યારે પણ વિશ્વમાં અનિશ્ચિતતાઓ સર્જાય ત્યારે રોકાણ કરવા માટે સોનું જ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. એવામાં એક્સપર્ટસનું માનીએ તો 2024માં સોનાના ભાવમાં ઉછાળો આવી શકે છે. બીજી તરફ 2024માં ભારત અને અમેરિકામાં ચૂંટણીના કારણે ડોલર અને રૂપિયામાં ઘટાડો નોંધાઈ શકે છે. જો આવું થયું તો સોનાના ભાવ વધશે. 

પાંચ જ વર્ષ પહેલા 2018માં સોનાનો ભાવ 30 હજારની આસપાસ રહેતો હતો

ખાસ વાત છે કે પાંચ જ વર્ષ પહેલા 2018માં સોનાનો ભાવ 30 હજારની આસપાસ રહેતો હતો અને આજે 60 હજારને પાર છે. 2020માં ભાવમાં સુથી વધુ તેજી આવી હતી. એવામાં આંકડાઓ પ્રમાણે પણ જોવા જઈએ તો સોનું સારું રિટર્ન આપી રહ્યું છે.