માથું ઊંચક્તા આતંકી

એમાં કોઈ શંકા નહીં કે પુંછમાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલાનો એક મક્સદ અનંતનાગ-રાજોરી લોક્સભા સીટ પર મતદાન પહેલાં માહોલ બગાડવાની કોશિશ હશે અને તેની પાછળ પાકિસ્તાનનો હાથ હશે. આ હુમલામાં એક જવાન બલિદાનને પામ્યો અને પાંચ ઘાયલ થઈ ગયા. આતંકીઓને શોધી કાઢવાનું સઘન અભિયાન ચાલુ છે, પરંતુ ન માત્ર એ સુનિશ્ર્ચિત કરવામાં આવે કે તેમને શોધીને ઠેકાણે લગાવવામાં આવે, બલ્કે એ પણ કે આ પ્રકારના હુમલાની તેમની ક્ષમતાને કચડી નાખવામાં આવે. તેની ઘણી આશંકા છે કે ચૂંટણીઓને કારણે પાકિસ્તાનના ઇશારે જમ્મુ-કાશ્મીરમાં આવનાર દિવસોમાં પણ આતંકી આ જ પ્રકારના હુમલા કરવાની એવી જ કોશિશ કરી શકે છે, જેવી તેમણે પાછલી લોક્સભા ચૂંટણીઓના ઠીક પહેલાં પુલવામામાં કરી હતી. આ આશંકાનું એક મોટું કારણ રાજોરી-પુંછ ક્ષેત્રની પીરપંજાલ પર્વતમાળામાં આતંકીઓની સક્રિયતા છે. આ વિસ્તારમાં છેલ્લા એક વર્ષમાં સેનાના કાફલા પર કેટલાય આતંકી હુમલા થઈ ચૂક્યા છે. આ હુમલામાં લગભગ ૨૦ સૈન્ય અધિકારીઓ અને જવાનોએ પોતાનું સર્વોચ્ચ બલિદાન આપવું પડ્યું છે. આ એક મોટું નુક્સાન છે. પુંછ-રાજોરી વિસ્તારમાં આતંકી હુમલાનો સિલસિલો ત્યારે જ બંધ થશે જ્યારે પીરપંજાલની પહાડીઓમાં ઠેકાણાં બનાવનારા આતંકીઓ અને તેમની મદદ કરનારા સ્થાનિક લોકો પર સખ્તાઈ કરવામાં આવશે. તેની સાથે જ એ પણ જોવું પડશે કે સીમા પારથી આતંકી પીરપંજાલની દુર્ગમ પહાડીઓમાં છૂપાવા અને પછી સુરક્ષા દળો પર હુમલો કરીને સુરિક્ષત બચી નીકળવામાં સફળ ન થવા પામે. એ ઠીક નથી કે તેઓ બચીને નીકળી જાય છે.

વાસ્તવમાં પીરપંજાલ પહાડીઓ અને ગુફાઓમાં એક વાર ફરીથી ઓપરેશન સર્પ વિનાશ જેવા કોઈ સૈન્ય અભિયાનની જરૂરિયાત છે. લગભગ બે દાયકા પહેલાં છેડવામાં આવેલ આ અભિયાનમાં મોટી સંખ્યામાં આતંકીઓનો સફાયો કરી દીધો હતો. એવું લાગે છે કે પાકિસ્તાનથી આવેલા અથવા તેના આશ્રય પર સક્રિય આતંકીઓએ પીરપંજાબમાં ફરીથી પોતાનું ઠેકાણું બનાવી લીધું છે. આશંકા એની પણ છે કે કેટલાક સ્થાનિક લોકો આતંકીઓની મદદ કરી રહ્યા છે. એ યાન રહે કે વાયુસેનાના કાફલા પર હુમલો કરનારા આતંકી એક વસ્તીમાંથી નીકળીને આવ્યા હતા. આ હુમલો એ પણ દર્શાવે છે કે પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવા અને તેમની સહાયતા કરવાનું બંધ નથી કરતું. એ માનવાનાં ઘણાં કારણ છે કે આતંકી કાશ્મીરને બદલે જમ્મુ ક્ષેત્રમાં પોતાની ગતિવિધિઓ વધારી રહ્યા છે. તેનાં કારણોની તપાસ કરીને તેનું નિવારણ કરવાનો સમય આવી ગયો છે. તેની સાથે જ પાકિસ્તાન પર દબાણ બનાવવાના પણ નવા ઉપાયો શોધવા જોઇએ, કારણ કે તે રણનીતિ બદલી-બદલીને જમ્મુ-કાશ્મીરમાં હસ્તક્ષેપ કરતું જ રહે છે. ભારત સરકારે એ તત્ત્વો વિરુદ્ઘ પણ પોતાની નજર વાંકી કરવી પડશે, જે આતંકી ગતિવિધિ વધતાં જ પાકિસ્તાન પરસ્તીનો પરિચય આપવા લાગે છે.