જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે.કે. સ્વામી સહિત ૭ સામે ૧.૩૪ કરોડની છેતરપિંડીની ફરિયાદ

સુરત, સુરતમાં જૂનાગઢ સ્વામીનારાયણ મંદિરના સાત લોકો વિરુદ્ધ ફરિયાદ થઇ છે. જેમાં જે.કે. સ્વામી સહિત સાત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તેમાં ૭૦૦ વીઘાની જમીનના સોદામાં રૂ.૧.૩૪ કરોડ પડાવ્યાનો આરોપ છે. જેમાં મંદિરની જમીન ખરીદવાનું કહી ડોક્ટર સાથે છેતરપિંડી કરવામાં આવી છે. કેનેડાથી ૧૪.૮૦ લાખ યુએસ ડોલર મોકલવાનું કહીને ચીટિંગ કરાયું છે. જેમાં સ્વામી સાથે વીઘાના ૧૦ લાખ, જમીન માલિક સાથે ૫.૮૦ લાખમાં સોદો થયો હતો.

સ્વામી રેંજરોવર કારમાં આવતા અને પાયલોટિંગ કાર સાથે લાવતા હતા. તેમજ કમાંડો સાથે આવતા ફરિયાદી ડોક્ટરની આંખો અંજાઈ હતી. ડોકટરે મોટો લાભ લેવા માટે કરોડોનું રોકાણ પણ કરી નાખ્યુ હતું. સ્વામીનારાયણ સંપ્રદાયના મહંત સહિત તમામ ફ્રોડ નીકળતા વરાછા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

ડો. બાલકૃષ્ણએ સુરતની ઈકો સેલમાં ફરિયાદ કરી હતી. જેમાં સ્વામીનારાયણ સંપ્રદાયના જૂનાગઢના જે.કે. સ્વામી આરોપી બન્યા છે. સ્વામીના ખજાનચી તરીકે ઓળખ આપનાર સ્નેહલ સામે ફરિયાદ કરાઇ છે. સુરતના જમીન દલાલ સુરેશ તુલસી ધોરી પણ આરોપી બન્યા છે. અમદાવાના ચાંદલોડીયાના જમીન દલાલ સુરેશ શાર્દુલ ભરવાડ સામે એફઆઇઆર થઇ છે. તેમજ સ્વામીના ભાઈ અતુલ ત્રિકમ સાંગાણી પણ આરોપી છે. તેમની સાથે દિલ્હીના રહેવાસી વિવેક અને દર્શન શાહ પણ સહ આરોપી બન્યા છે. જેમાં વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.