મનરેગા ગુજરાત દાહોદ જીલ્લામાં ભ્રષ્ટાચાર – Latest News in Gujarati

દાહોદ, મનરેગા ગુજરાત દાહોદ કામોમાં કેટલાક વર્ષોથી બળવંત લબાનાનો દબદબો રહ્યો છે. જે તાલુકામાં ફરજ બજાવી ત્યાં મનરેગાની વહીવટી મંજુરીમાં બળવંત જ હુકમનો એક્કો બની ગયો હતો. ભ્રષ્ટાચાર સિવાય કોઈ ધંધો નથી કર્યો તેનો બોલતો પુરાવો હાથ લાગ્યો અને આ પુરાવો એસીબી માટે કાફી છે. બળવંત લબાનાએ મનરેગા થકી ભ્રષ્ટાચારના નાણાં એકઠાં કરવા માણસો રાખ્યા અને આ માણસો થકી બેનંબરી નાણાં તેના સ્ટાફના એકાઉન્ટમાં જમા થતા હતા. છેલ્લા 7 વર્ષની વાત કરીએ તો પણ બળવંત લબાનાએ કરોડોની અપ્રમાણસર આવક મેળવી છે. આ વિડીયો જોઈ તમને અંદાજ આવી જશે કે, મનરેગાના એકદમ નાના કદના કર્મચારીનો હોદ્દો છતાં બળવંત લબાનાએ કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે. વિડિયો જુઓ અને વધુ વિગતો માટે વાંચો લબાનાનો લાંબો લચક ભ્રષ્ટાચારનો રિપોર્ટ.

મનરેગા ગુજરાત દાહોદ ફતેપુરા તાલુકામાં ભ્રષ્ટાચારનો બોમ્બ અગાઉ ફાટી ચૂક્યો છે અને કેટલાક કર્મચારીઓ છૂટાં પણ થઇ ચૂક્યા છે. જોકે આ દરમ્યાન એક કર્મચારી જે ભ્રષ્ટાચારનો મુખિયા રહ્યો છતાં તેના વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ નથી. બળવંત લબાના જ્યારે મનરેગા સિસ્ટમમાં આવ્યો ત્યારે એકદમ ઝીણવટપૂર્વક બધું શિખ્યો પછી આ શિખવાની કળાનો ઉપયોગ બેહિસાબી આવક ઉભી કરવામાં કરવા લાગ્યો. ફતેપુરા, ઝાલોદ અને જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચારની હદ વટાવી છે. પૂર્વ ડીડીઓ રચિત રાજના સમયમાં તો આ બળવંત લબાનાનો રીતસર દબદબો હતો અને વહીવટી મંજૂરીની ભ્રષ્ટાચાર સામે લ્હાણી કરી હતી. તમે લબાનાને પ્રસાદી ના ધરાવો તો જીલ્લામાંથી તમને વહીવટી મંજૂરી મળવી ખૂબ જ મુશ્કેલ બની જાય.

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફતેપુરા સહિતના તાલુકામાં મનરેગાની વહીવટી મંજૂરી પેટે બળવંત લબાનાએ રીતસર ટકાવારીનુ રેટ કાર્ડ નક્કી કરેલુ છે. વહીવટી મંજુરી અપાવવા પેટે જે કંઈ મહેનત કરવી પડે બળવંત લબાના કરાવતો અને તેની સામે ટેબલે ટેબલે તેના સ્ટાફને રોકડી કરાવતો. આથી લબાના જ્યાં નોકરી કરતો ત્યાં સ્ટાફને મજા કરાવતો એટલે વહીવટી મંજૂરીની ફાઇલ સળસળાટ દોડતી. હવે અહીં જે વિડિયો રજૂ કરીએ છીએ, એ જગ્યા ખાનગી કોમ્પલેક્ષની છે કે જ્યાં કોમ્પ્યુટર ઉપર ઓનલાઇન કામ થાય છે અને અહિ બળવંત લબાનાના માણસ મનરેગાની વહીવટી મંજૂરી લેવા ઈચ્છતા પાસેથી કેશમાં અપ્રમાણસર આવક મેળવી રહ્યા છે.

મનરેગા ગુજરાત દાહોદ

બળવંત લબાનાએ વસાવી અપ્રમાણસર મિલકત ભ્રષ્ટાચારના આ વિડીયો અને બળવંત લબાના વિરૂદ્ધની તપાસ આધારે ભાજપની પ્રમાણિક ગુજરાત સરકારના બાહોશ એવી લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમ તપાસ કરે તેવી લોકોમાંગ ઉઠી છે. જાણકારોના મતે, જો એસીબીના બાહોશ અધિકારીઓ તપાસ કરે તો, બળવંત લબાના મનરેગા ગુજરાત દાહોદ માં વિરૂદ્ધ અપ્રમાણસર આવકની મોટી કાર્યવાહી થઈ શકે તેવી શક્યતા છે.

You May Also Be Interested in Other Topics –
1.ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
2.હવામાન આગાહી વરસાદની
3.ગુજરાતના રાજ્યપાલ નું નામ