કોરોના વેક્સીન અંગે રિસર્ચ ચાલુ, ડરવાની જરુર નથી

ભારતમાં વેક્સીન પ્રોગ્રામ શરૃ થયો ત્યાર પછી ૧૭૫ કરોડ ડોઝ વેક્સીનના ગયા છે. એમાં અમુકને ડબલ ડોઝ કે અમુકને બુસ્ટર સહિત ત્રણ ડોઝ ગણી લેવાના. બાકીનાઓએ આપણી સ્વદેશી ’કોવેક્સીન’ લીધી છે. હવે થયું એવું કે બ્રિટનમાં ૨૦૨૧ આસપાસ ૫૧ કેસ એવા નોંધાયા કે જેમાં કોઈને બ્રેઇન સ્ટ્રોક થયો તો કોઈના પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી ગયા. આ કેસ નોંધાયા પછી કોવિશિલ્ડ વેક્સીન બનાવનાર ફાર્મા કંપની ’એસ્ટ્રાજેનકા’ પર ૧૦૦ મિલિયન પાઉન્ડનો નુક્શાનીનો દાવો અલગ અલગ વકીલો દ્વારા કરાયો. સતત ત્રણ વરસ સુધી જુદી જુદી વિચારધારાના મીડિયા સંસ્થાનો દ્વારા જુદા જુદા રિપોર્ટ્સ વિશ્ર્વભરમાં રજૂ કરવામાં આવ્યા. એમાંથી મોટાભાગના સંસ્થાનો ભારતના કે અન્ય વિકાસશીલ દેશોના હતા, જ્યાં આ વેક્સીનનો મહત્તમ ઉપયોગ થયેલો. અમુક અભ્યાસ પછી કંપનીએ બ્રિટનની કોર્ટમાં કબૂલ કર્યું કે- હા, અમારી વેક્સીનની અમુક સાઈડ ઇફેક્ટસ છે જ. પણ એ રેર સાઈડ ઇફેક્ટસ છે. એક લાખમાંથી એક લોકોને થાય છે.

માર્ચ ૨૦૨૧માં ઑસ્ટ્રિયાની ૪૯ વર્ષીય એક નર્સે એસ્ટ્રાનેજેકાની વેક્સીન લીધી. ૧૦ દિવસની અંદર તેને મગજની નસમાં લોહીના ગઠ્ઠા (સેરેબ્રલ વેઇન થ્રોમ્બોસીસ), ફેફસાની નળીઓમાં લોહીના ગઠ્ઠા (પલ્મોનરી એમ્બોલિઝમ), પ્લેટલેટની ઘટતી સંખ્યા (થ્રોમ્બો-સાયટો-પિનિયા) અને ડી- ડાયમરની ઊંચી માત્રા જોવા મળી. ડોકટરોએ તેને સ્વાભાવિક રીતે પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન આપ્યું પણ સ્થિતિ વધુ બગડી. ૧૧માં દિવસે તેનું મૃત્યુ થયું. તેના લોહીના સેમ્પલ જર્મનીના એક હીમેટોલોજિસ્ટ ડો એન્ડ્રિયાસ ગ્રાઈનાશરને મોકલવામાં આવ્યા. સામાન્ય રીતે લોહી પાતળી કરતી દવા હેપેરીન વડે આ પ્રકારની સ્થિતિ બનતું હોવાનું મેડિકલ સાયન્સમાં નોંધાયું છે. પણ ડો એન્ડ્રિયાસની તપાસમાં હેપેરીન નિર્દોષ છૂટી. દુનિયાભરના ડોકટરોનું માથું ભમવા લાગ્યું. વેક્સિનેશન શરુ થાયે માંડ ૩ મહિના થયા હતા ત્યાં એ જર્મન ડોકટર પાસે ૧૧ આવા કેસના ડેટા પહોંચ્યા હતા. ૯ એપ્રિલ ૨૦૨૧ના રોજ ન્યૂ ઇંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં તેમણે એક પેપર પ્રકાશિત કર્યું. અને દુનિયાને જાણકારી આપી કે એસ્ટ્રજેનેકાની વેક્સિનથી બ્લડ ક્લોટિંગ કે લોહી જામવાના કિસ્સા બને છે.

એસ્ટ્રજેનેકા વેક્સીન એ એડિનોવાયરસના ખોખામાં બની છે. આ ખોખામાં કોરોના વાયરસનો જેનેટિક માલ ભરી દેવામાં આવે. એડિનોવાયરસના આ ખોખાને ડિલિવરી બોય સમજી લો જે પોતાની અંદર કોરોનાની જેનેટિક માહિતી લઈને કોષ કેન્દ્ર સુધી લઈ જાય છે. કોરોનાની આ નબળી ખેપ દરમ્યાન આપણી રોગ પ્રતિકારક શક્તિ સતર્ક થઇ જાય છે અને વાસ્તવિક હુમલા વખતે એ જડબાતોડ જવાબ આપવા સજ્જ હોય. હવે બન્યું એવું કે આ એડીનો વાયરસનું ખોખું હેકઝોન નામનું એક પ્રોટીનનું બનેલું છે, પ્લેટલેટના ઁક૪ સાથે એને પ્રેમ થઇ શકે છે એ સંભાવના કદાચ યાન બહાર રહી હશે કેમ કે દુર્લભ કિસ્સામાં જ આવું બને. હવે આ બંનેનો પ્રેમ સંબંધ શરીરની રોગ પ્રતિકારક શક્તિને મંજૂર નથી. એટલે એ એન્ટી ઁહ્ર૪ એન્ટિબોડી લોહીમાં છોડે. જે પેલો પ્રેમ સંબંધ અટકાવવા પ્લેટલેટ પર તવાઈ મચાવે અને એની સંખ્યા ધડધડ ઘટવા લાગે. આ પ્લેટલેટ ઘટે એને મેડિકલ ભાષામાં થ્રોમ્બોસાયટોપેનિયા કહેવાય. આ સમયે પ્લેટલેટ એકબીજાને ચોંટવા પણ માંડે છે, જે લોહીના ગઠ્ઠા પણ બનાવે. આને કહેવાય થ્રોમ્બોસિસ. એટલે વેક્સીન આપવાથી જે ઘટના ઘટી એનું નામ થ્રોમ્બોસીસ વિદ થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ.

પણ આ અત્યંત દુર્લભ ઘટના છે. દસ લાખમાં માંડ ૪ કેસ. એટલે ટકાવારી મુજબ ૦.૦૦૦૪% એની સામે સ્મોકિંગથી થતા બ્લડ ક્લોટિંગની સંભાવના ૦.૧૮ ટકા છે. કે પછી કોરોના થાય ત્યારે વાયરસથી થતા ક્લોટિંગની સંભાવના ૧૬ ટકા જેટલી માતબર છે. હા, પણ ક્લોટિંગની તીવ્રતા અને કદ દરેક કિસ્સામાં જુદા હોઈ શકે. આ ગંભીર આડઅસર ૪ થી ૪૪ દિવસ વચ્ચે જ થાય એમ છે. જો કોવિશિલ્ડ પછી હજી હેમખેમ છો તો હવે તમને એ વેક્સિનથી કશું થવાનું નથી. દુનિયાભરની વેક્સીન તેમજ કોરોના અંગે હજી રિસર્ચ ચાલુ જ છે. હાલ ્જીથી ડરવાની બિલકુલ જરૃર નથી તેમ જાણકારો કહી રહ્યા છે.