ભાજપી ધારાસભ્યના પતિ દ્વારા વાસણમાં મતદાન બંધ કરાવાયું, શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ

અમદાવાદ, ગુજરાત લોક્સભાની ૨૫ બેઠકો માટે આજે મતદાન થયું હતું. ત્યારે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાયાનો આક્ષેપ વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા કરાયો છે.

વાસણ ગામમાં કોંગ્રેસ તરફી મતદાન થઈ રહ્યું હતું તેના કારણે ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવવાનો શક્તિસિંહ ગોહિલ દ્વારા આક્ષેપ કરાયો છે. આ અંગે તેમણે કહ્યું કે, વાસણ ગામમાં રૂમ નંબર ત્રણમાં અનઅધિકૃત રીતે ભાજપના એક ધારાસભ્યના પતિ વાસણ ગામમાં મતદાન બંધ કરાવ્યું છે. ચૂંટણી પંચ ને કહીશ કે આ સંદર્ભે કાર્યવાહી કરે.

આ સાથે જ શક્તિસિંહ ગોહિલે ગૃહમંત્રી અમિત શાહે કેસરી ખેસ પહેરીને મતદાન કર્યા અંગે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ કેસરી ખેસ પહેરીને મતદાન કરવા ગયા હતા. કેસરી કેસ કરીને અમિતભાઈએ વોટિંગ કર્યું છે એવી જ રીતે હું પણ આ ખેસ પહેરીને વોટીંગ કરીશ. હવે જોવાનું છે કે એમના માટેના નિયમો અને અમારા માટેના નિયમો અલગ અલગ છે કે કેમ.

પોલીસ એજન્ટ દ્વારા ભાજપના સિમ્બોલ વાળી પેનના ઉપયોગ સામે શક્તિસિંહ ગોહિલે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ દર્શાવ્યો છે. તમામ બુથો ઉપર ભાજપના એજન્ડો દ્વારા આ પ્રકારે કરપ પ્રેક્ટિસ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો. આ સાથે જ શક્તિસિંહ ગોહિલ દ્વારા ભાજપની માન્યતા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. શક્તિસિંહ ગોહિલનો આક્ષેપ કરતા કહ્યું કે, ભાજપ મતદાન/બૂથ પ્રતિનિધિઓ બૂથની અંદર કમળના પ્રતિક અને ભાજપના નેતાના ફોટાવાળી પેન કેવી રીતે રાખી શકાય? તમારે તાત્કાલિક સંજ્ઞાન લેવું જોઈએ અને કડક પગલાં લેવા જોઈએ. પેન લઈને બેઠેલા કોલિંગ એજન્ટો સામે પોલીસ કેસ કરવાની શક્તિસિંહ ગોહિલ દ્વારા માંગણી કરાઈ.

કોંગ્રેસે ચુંટણી પંચને અમદાવાદના એક બુથ પર ગેરરીતિ થયા અંગે પત્ર લખી ફરિયાદ કરી છે. પત્રમાં મણિનગરના બુથ નંબર ૨૩૧ અને ૨૩૨ ગેરરીરિત અંગે ફરિયાદ કરાઈ છે. ભાજપના કોર્પોરેટર મતદાતાઓને ધાકધમકી આપતા હોવાનો આરોપ કરાયો છે. ભાજપના ઉમેદવાર માટે મતદાન કરાવવા માટે ધમકી આપતા હોવાનો આરોપ લગાવ્યો છે.