બબીતા અને ટપુની સગાઇને ની વાત કેટલી સાચી અને કેટલી ખોટી જોવો….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકાર બબીતા અને ટપુનાં પ્રેમ સબંધ છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પ બન્યો છે. ત્યારે આજે સોશિયલ મીડિયા પર સૌ. ચોંકાવે તેવા સમાચાર વહેતા થયા હતા. જેમાં બબીતા (મુનમુન દત્તા) અને ટપુ (રાજ અનડકટે) સગાઈ કરી લીધા હોવાનાં સમાચાર વહેતા થતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે તારક મહેતાના ઉલ્ટા ચશ્માનાં સ્ટાર કલાકારોનાં સગાઈનાં સમાચારને લઈ મુન મુન દત્તાનાં ચાહકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે થોડાક સમય બાદ આ સમગ્ર બાબતે ખુલાસો થવા પામ્યો હતો. જેમાં વિરલ ભાયાણી નામનાં ફોટોગ્રાફર દ્વારા ઈન્સ્ટા પર પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં આ સગાઈની વાત માત્ર અફવા હોવાનું જણાવ્યું હતું.

ચાહકોમાં સગાઈની વાતને લઈ ગમગીની છવાઈ

છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હોવાનાં સમાચાર અવાર નવાર ચર્ચામાં રહેતા હતા. ત્યારે આજે અચાનક જ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સ્ટાર કલાકાર મુનમુન (બબીતા) અને રાજ અનડકટ (ટપુ)એ ગુજરાતમાં વડોદરા ખાતે સાદાઈથી સગાઈ કરી લીધી હોવાના સમાચાર પ્રકાશમાં આવતા જ બબીતાનાં ચાહકોમાં ગમગીની છવાઈ જવા પામી હતી.

કલાકારનાં નજીકનાં એક સબંધી દ્વારા આ બંને કલાકાર દ્વારા સગાઈ કરી હોવાની વાતને સ્વીકારી

બબીતા અને ટપુની સગાઈ થઈ ગઈ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. આ સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર કલાકાર મુનમુન દત્તા હંમેશા કોઈને કોઈ વિષયને લઈને ચર્ચામાં રહે છે. કલાકારનાં નજીકનાં એક સબંધી દ્વારા આ બંને કલાકાર દ્વારા સગાઈ કરી હોવાની વાતને સ્વીકારી હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તેમજ તેઓ સગાઈમાં હાજર હોવાનું પણ સ્વીકાર્યું હતું.

રાજ અનડકટ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે રાજ અનડકટની ઉંમર 27 વર્ષ છે. જ્યારે મુનમુન દત્તાની ઉંમર 26 વર્ષ છે. એટલે કે રાજ અનડકડ મુનમુન દત્તાથી 9 વર્ષ નાનો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ બંને પરિવારોની હાજરીમાં એક-બીજાને સગાઈની રિંગ પહેરાવી હતી.

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીનો રોલ કરી રહી છે. રાજ અનડકટે દિલીપ જોશીના પુત્ર ટપુની ભૂમિકા ભજવી હતી. રાજે વર્ષ 2022માં શો છોડી દીધો હતો. પરંતુ મુનમુન દત્તા વચ્ચેના પ્રેમ સબંધના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં હતા