મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 28થી 30 મે વચ્ચે યોજાશે.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન 28થી 30 મે વચ્ચે યોજાશે. અંબાણી પરિવાર 28થી 30 મેની વચ્ચે સાઉથ ફ્રાન્સના દરિયાકાંઠે ક્રૂઝ શિપ પર બીજા પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરશે. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે અનંત અને રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગયા એપ્રિલમાં નક્કી કરવામાં આવ્યું છે. એ માત્ર એક અફવા હતી. એવા પણ અહેવાલ હતા કે અનંત અને રાધિકાનાં લગ્ન લંડનમાં થશે, પરંતુ લગ્ન બીજે ક્યાંય નહીં, પણ મુંબઈમાં જ થશે.

બીજા પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં માત્ર અંબાણી પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે. સલમાન, શાહરુખ અને આમિર ખાન એમાં હાજરી આપે એવી શક્યતા છે. આ સિવાય રણબીર કપૂર પણ પત્ની આલિયા સાથે આવી શકે છે. દેખીતી રીતે રણબીર મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશનો ખૂબ સારો મિત્ર છે. બચ્ચન પરિવાર પણ ત્યાં પહોંચે એવી પૂરી શક્યતા છે.

સાઉથ ફ્રાન્સ દેશ-વિદેશના લોકો માટે એક મુખ્ય પ્રવાસન સ્થળ છે. આ સ્થળ તેના આકર્ષક કિનારા, સુંદર વાદળી સમુદ્ર અને સુંદર શહેરો માટે જાણીતું છે. અહીં મુખ્યત્વે ક્રૂઝ શિપ ટૂરિઝમ ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દૂર-દૂરથી અહીં ક્રૂઝ શિપમાં પાર્ટી કરવા આવે છે. જો કોઈ વ્યક્તિ અહીં સામાન્ય ક્રૂઝ શિપ પર પાર્ટી કરવા માગે છે

તો તેણે 500થી 1000 ડોલર એટલે કે લગભગ 84000 હજાર રૂપિયા ખર્ચવા પડશે.સાઉથ ફ્રાન્સ વાઇન બનાવવા માટે પણ જાણીતું છે. અહીં બનતો દારૂ દેશ-વિદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે. સાઉથ ફ્રાન્સને ફ્રેન્ચ રિવેરા પણ કહેવામાં આવે છે. સાઉથ ફ્રાન્સ કલા, સાહિત્ય અને ઐતિહાસિક રીતે પણ ઘણું મહત્ત્વ ધરાવે છે. કાનનું પ્રખ્યાત શહેર પણ સાઉથ ફ્રાન્સમાં આવેલું છે. અહીં દર વર્ષે કાન ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવે છે.

અગાઉ, અનંત-રાધિકાનાં પ્રી-વેડિંગ ફંક્શન ગુજરાતના જામનગરમાં યોજાયાં હતાં. આ ફંક્શન ત્રણ દિવસ (1 માર્ચથી 3 માર્ચ) સુધી ચાલ્યાં. રિપોર્ટ્સ અનુસાર, આ પ્રી-વેડિંગ ફંક્શનમાં 1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. અનંતને જામનગર પ્રત્યે વિશેષ લગાવ છે, તેથી ત્યાં સ્થિત રિલાયન્સ ટાઉનશિપમાં આ કાર્યક્રમો યોજાયા હતા.

ઇન્ટરનેશનલ સ્ટાર્સ રિહાના અને એકોને પણ પર્ફોર્મ કર્યું હતી. બિઝનેસ, રાજનીતિ અને બોલિવૂડની દુનિયાના લગભગ તમામ મોટા લોકો અહીં એકઠા થયા હતા. અંબાણી પરિવારે સ્થાનિક લોકો માટે ભોજન સમારંભનું પણ આયોજન કર્યું હતું, જેમાં લગભગ 51 હજાર લોકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. એને ‘અન્ન સેવા’ નામ આપવામાં આવ્યું હતું.