
સોમવારે ભારતીય સમય મુજબ સાંજે 4 વાગ્યે યુરોપિયન દેશો સ્પેન, પોર્ટુગલ અને ફ્રાન્સમાં બ્લેકઆઉટ થયું હતું. આના કારણે, ત્રણેય દેશોના મેટ્રો, એરપોર્ટ, રેલ અને મોબાઇલ નેટવર્ક ઠપ થઈ ગયા.
આ બ્લેકઆઉટને કારણે લાખો લોકો વીજળી વિના રહેવા મજબૂર છે. યુરોન્યૂઝ પોર્ટુગલ અનુસાર, પોર્ટુગલ અને સ્પેનની રાજધાનીઓમાં ઘણી મેટ્રો ટ્રેનો સ્ટેશનો વચ્ચેની ટનલમાં ફસાઈ ગઈ છે. લોકો આ મહાનગરોમાં અટવાઈ ગયા છે.પોર્ટુગીઝ પોલીસે પુષ્ટિ આપી કે ટ્રેનો બંધ હતી, પોર્ટો અને લિસ્બનમાં મેટ્રો સેવાઓ બંધ હતી અને દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પ્રભાવિત થયા હતા.

બ્લેકઆઉટના સંભવિત કારણો-
- યુરોપના ઇલેક્ટ્રિક ગ્રીડમાં નિષ્ફળતા આ બ્લેકઆઉટનું કારણ હોઈ શકે છે.
- દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના અલારિક પર્વત પર આગ લાગી છે. આનાથી પર્પિગ્નન અને પૂર્વીય નાર્બોન વચ્ચેની હાઇ-વોલ્ટેજ વીજળી લાઇનને નુકસાન થયું. પોર્ટુગલની રાષ્ટ્રીય વીજળી કંપની RENએ જણાવ્યું હતું કે આને વીજળી ગુલ થવાનું સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે.
પોર્ટુગલ-સ્પેનમાં અનેક મેટ્રો ટ્રેનો ટનલમાં ફસાઈ ગઈ
- યુરોન્યૂઝ પોર્ટુગલ અનુસાર, પોર્ટુગલ અને સ્પેનની રાજધાનીઓમાં ઘણી મેટ્રો ટ્રેનો સ્ટેશનો વચ્ચેની ટનલમાં ફસાઈ ગઈ છે. લોકો આ મહાનગરોમાં અટવાઈ ગયા છે.
- રોઇટર્સના અહેવાલ મુજબ, પોર્ટુગીઝ પોલીસે પુષ્ટિ આપી છે કે ટ્રેનો બંધ હતી, પોર્ટો અને લિસ્બનમાં મેટ્રો સેવાઓ બંધ કરવામાં આવી હતી અને દેશભરમાં ટ્રાફિક સિગ્નલોને અસર થઈ હતી.
- યુરોન્યૂઝ સ્પેનના અહેવાલ મુજબ, સ્પેનિશ સરકારે મોનક્લોઆમાં એક કટોકટી બેઠક બોલાવી છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
- ટેલિકોમ્યુનિકેશન સેવાઓની સાથે સ્પેન અને પોર્ટુગલના નાગરિકોએ પણ મોબાઇલ નેટવર્કની ઍક્સેસના અભાવની ફરિયાદ કરી છે.
- આ ઉપરાંત મેડ્રિડનું બેરાકાસ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પણ વીજળી સંકટથી પ્રભાવિત થયું છે. દરમિયાન પ્રદેશનાં ઘણાં અન્ય એરપોર્ટે પણ તેમની કામગીરી બંધ કરી દીધી છે.
સ્પેન સાયબર હુમલાની તપાસ કરી રહ્યું છે
એક સ્પેનિશ અધિકારીએ જણાવ્યું હતું કે મોટા પાયે વીજળી ડૂલ થવા પાછળ સાયબર હુમલો હતો કે કેમ એ નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પુરાવા સામે આવ્યા નથી.