પંચમહાલમાં પ્રેમી પંખીડાએ સજોડે કર્યો આપઘાત, ખેતરમાં ઝાડ પર લટકતી મળી લાશ.

શહેરા ના દલવાડા ગામના પીપળીયા ફળિયામાં આવેલા એક ખેતર ના ઝાડ ઉપર 20વર્ષીય યુવક યુવતીની લાશ ગળે ફાંસો ખાઈ ગયેલી હાલતમા મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

શહેરા તાલુકાના દલવાડા ગામના પીપળીયા ફળિયામાં આવેલા એક ખેતર ના ઝાડ ઉપર યુવક યુવતીની દોરડા વડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી.બનાવની જાણ શહેરા પોલીસ ને થતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જે.તડવી સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઝાડ પર લટકતી 20વર્ષીય હિતેશ પગી અને ભાનુની લાશ ને નીચે ઉતારીને પી.એમ.માટેની તજવીજ હાથધરી હતી, પોલીસ તપાસમાં મરણ ગયેલ બન્ને યુવક યુવતી સ્થાનિક પીપળીયા ફળિયાના હોવાનું બહાર આવ્યું હતુ.જોકે બનેલી દુઃખદ ઘટનાને લઈને પરિવારજનોમાં ઘેરો શોક છવાયો હતો. જ્યારે ઘટના સ્થળ ખાતે મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા.પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂરી કરીને બન્ને લાશને પરિવારજનો સોપવામા આવી હતી.પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા સાથે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ પણ વાંચો : ગોધરામાં આવતીકાલે નીટની પરીક્ષા:ચાર કેન્દ્રો પર 2108 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ઘોંઘાટ પર પ્રતિબંધ