પંચમહાલ ભાજપમાં જિલ્લા પ્રમુખની જાહેરાત:મયંકભાઈ દેસાઈ જિલ્લા પ્રમુખ તરીકે નિયુક્ત, સંકલન બેઠકમાં થઈ જાહેરાત

પંચમહાલ જિલ્લા ભાજપમાં નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. ગોધરા સ્થિત ભાજપ કમલમ ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં મયંકભાઈ દેસાઈને જિલ્લા પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

બેઠકમાં ચૂંટણી અધિકારી તરીકે કરસન ગોંડલિયાએ હાજરી આપી હતી. તેમણે નવા જિલ્લા પ્રમુખના નામની ઔપચારિક જાહેરાત કરી હતી. આ પ્રસંગે પંચમહાલના સાંસદ અને જિલ્લા પ્રભારી ભરત ડાંગર સહિત સ્થાનિક ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

નવા જિલ્લા પ્રમુખની નિમણૂકને લઈને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવ્યો છે. મયંકભાઈ દેસાઈની નિમણૂક બાદ ભાજપના કાર્યકરો દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.