
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા 27 ફેબ્રુઆરીથી 17 માર્ચ દરમિયાન યોજાઈ હતી.
પંચમહાલ જિલ્લામાં સામાન્ય પ્રવાહમાં 89.73 ટકા પરિણામ નોંધાયું છે. સંતરોડ કેન્દ્રે 98.25 ટકા સાથે જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. વાઘજીપુર કેન્દ્રે 79.86 ટકા સાથે બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ગોધરાની શારદા મંદિર સ્કૂલે સામાન્ય પ્રવાહમાં 94.44 ટકાનું ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લાનું પરિણામ 71.5 ટકા રહ્યું છે. ગોધરા કેન્દ્રનું 71.93 ટકા અને હાલોલ કેન્દ્રનું 71.79 ટકા પરિણામ નોંધાયું છે. જિલ્લાના કુલ 1767 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
વિજ્ઞાન પ્રવાહના ગ્રેડ વિશ્લેષણ મુજબ, A1 ગ્રેડમાં 1, A2 ગ્રેડમાં 4, B1 ગ્રેડમાં 132, B2 ગ્રેડમાં 246, C1 ગ્રેડમાં 357, C2 ગ્રેડમાં 363, D ગ્રેડમાં 116 અને E ગ્રેડમાં 4 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. શિક્ષણ વિભાગે વેબસાઇટ પર પરિણામ મૂક્યા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ શાળાઓમાં પરિણામ મેળવવા પહોંચ્યા છે.