
ગુજરાત રાજય હજ કમિટી મારફત પવિત્ર હજ યાત્રાએ જઈ રહેલા ગુજરાતના મુસ્લિમો માટેની વિશેષ હજ ફ્લાઈટસ પૈકીની બીજી ફ્લાઈટ સાંજે રવાના થઈ ત્યારે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભાવભર્યા દૃશ્યો સર્જાયા હતા. હજયાત્રાએ જઈ રહેલા અકીદતમંદોને એમને મૂકવા આવેલા સગા-સ્નેહીઓએ હૃદયપૂર્વક વિદાય આપી સૌને માટે અને ખાસ કરીને ભારત દેશની પ્રગતિ અને શાંતિ માટે દુઆ કરવા અપીલ કરી હતી.
ગુજરાતમાં હજયાત્રિકોની ફલાઇટનું નવું શેડ્યુલ જાહેર થયું છે ત્યારે તારીખ ૦૨/૦૫/૨૦૨૫ના રોજ હજયાત્રા માટે અમદાવાદ એરપોર્ટ પરથી પંચમહાલ જિલ્લાના 17 હાજી ઓ સાથે ફલાઈટ રવાના થઈ હતી. હજ પઢવાની દરેક મુસ્લિમની ઇચ્છા હોય છે. જ્યારે પવિત્ર હજયાત્રાએ જવા તેમની તમન્ના પૂરી થાય છે ત્યારે તે પોતાને ખુશનસીબ સમજે છે. હજયાત્રાએ જવાનો સમય આવે છે ત્યારે તે ગદગદિત થઈ જાય છે. મક્કા-મદીના જવા માટે શુક્રવારથી અમદાવાદ એરપોર્ટ ખાતે હાજીઓ માટે પ્રથમ ફલાઈટનો પ્રારંભ થયો ત્યારે ફલાઈટ ઉપડવાના કલાકો અગાઉ હજયાત્રીઓને સગાસંબંધીઓ, પરિવારજનો, મિત્રો એરપોર્ટ મૂકવા આવ્યા હતા. એરપોર્ટ પર વિદાય વેળા ભાવુક દૃશ્યો સર્જાયા હતા. કેટલાક તો ચોધાર આંસુએ રડી પડયા હતા. સાંજે રવાના થઇ હતી. એરપોર્ટ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્ય હજ કમીટી ચેરમેન ઈકબાલ સૈયદ, સચીવ આઈ.એમ. ઘાંચી,સભ્યો નાહીનભાઈ ભાઈ કાઝી,નાસીરખાન બલોચ,નઝમાબેન સેતા હજ કમીટી સેકશન અધિકારી તલહાસૈયદ, સલમાન ભાઈ,નાઝીમ ભાઈ સહીત ના તમામ સ્ટાફ તેમજ ખીદમત કરનાર સૌ હજ વોલન્ટિયરો નો તેમજ FT/AFT નો પંચમહાલ જિલ્લાના હાજી ઓ એ આભાર વ્યક્ત કર્યો હતો.