
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવતીકાલે નીટની પરીક્ષા યોજાશે. મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ માટેની આ મહત્વપૂર્ણ પરીક્ષા માટે ચાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે.પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર આશીષ કુમારે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે.
સેન્ટ આર્લોન્ડ હાઈસ્કૂલમાં 720, સરકારી ઈજનેરી કોલેજમાં 600, પોલીટેકનિક કોલેજમાં 360 અને જવાહર નવોદય શાળા વેજલપુરમાં 428 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 2108 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે.

તંત્ર દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો ખાતે પરિક્ષાર્થીઓને પરીક્ષા દરમ્યાન પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે અને તેઓ શાંતિપૂર્વક રીતે પરીક્ષા આપી શકે, તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે.પટેલએ તેમને મળેલ અધિકારની રૂએ પરીક્ષા કેન્દ્રોની ચર્તુદિશાની ચોતરફ 100 મીટરની ત્રિજયામાં અવાજ ના કરવામો આદેશ કરાયો છે.
જેમાં તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારોમાં તા.04/05/2025ને રવિવારના રોજ સવારના 11-૦૦ કલાકથી સાંજના 18-૦૦ સુધીના સમયગાળા દરમ્યાન રસ્તામાં અથવા સાર્વજનિક જગ્યાઓમાં અથવા તેની નજીકમાં વાજીંત્ર, ભૂંગળા, લાઉડસ્પીકર રેડીયો, ઓડીયો પ્લેયર્સ જેવા ઉપકરણો અથવા ઘોઘાંટ કરે તેવા બીજા સાઘનો વગાડવા પર પ્રતિબંધ/મનાઈ ફરમાવી છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શખ્સ શિક્ષાને પાત્ર થશે.
One thought on “ગોધરામાં આવતીકાલે નીટની પરીક્ષા:ચાર કેન્દ્રો પર 2108 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, ઘોંઘાટ પર પ્રતિબંધ”
Comments are closed.