ગોધરા શહેરમાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ ત્રીજો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

ગોધરા શહેરમાં પહેલ ચેરીટેબલ ટ્રસ્ટના આયોજન હેઠળ ત્રીજો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં 16 યુગલોએ નિકાહ કર્યા. ટ્રસ્ટ દ્વારા તમામ નવદંપતિઓને ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો.કાર્યક્રમમાં રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને નગરપાલિકા પ્રમુખે હાજરી આપી હતી. મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ નવદંપતિઓને આશીર્વાદ આપ્યા.

પહેલ ચેરીટેબલના સૈયદ જલાલુદ્દીને જણાવ્યું કે, આ સમૂહલગ્ન સમાજમાં ભાઈચારો અને એકતા મજબૂત બનાવે છે. વર્તમાન સમયમાં મોંઘવારી અને મંદીમાં આવા સમૂહલગ્ન ગરીબ અને મધ્યમવર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ છે. આ પ્રકારના આયોજનો દહેજ જેવી સામાજિક કુરીતિઓ સામે સશક્ત સંદેશ આપે છે. કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ લોકો અને ઉપસ્થિત મહેમાનોનો આભાર માન્યો હતો.