
દાહોદ જિલ્લાના ગરબાડા પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી દારૂની હેરાફેરી પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.રાદડિયાની ટીમે ડ્રોન કેમેરાની મદદથી પાંચવાડા ગામના કેનાલ ફળિયા સહિત ચાર સ્થળે દરોડા પાડ્યા હતા.
દરોડા દરમિયાન પોલીસે દશરીબેન રમણભાઈ ગુંડીયાના ઘરેથી રૂ.1,560નો બિયર, રૂ.1,000નો દેશી દારૂ અને રૂ.4,310નો લોશ જપ્ત કર્યો હતો. વાઘજીભાઈ દીતાભાઈ ગુંડીયાના ઘરેથી રૂ.2,000નો વોશ, સુનિલભાઈ કાળુભાઈ ગુંડીયાના ઘરેથી રૂ.2,000નો વોશ મળ્યો હતો. હિતેશભાઈ પ્રતાપભાઈ ગુંડીયાના ઘરેથી રૂ.2,000નો દેશી દારૂ અને રૂ.3,875નો વોશ કબજે કરવામાં આવ્યો હતો.

દાહોદ જિલ્લા પોલીસે અગાઉ પણ ડ્રોન કેમેરાની મદદથી ગાંજાના ખેતરો શોધવા અને વોન્ટેડ આરોપીઓને પકડવામાં સફળતા મેળવી છે. ગરબાડા પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે નગરના વિવિધ વિસ્તારોમાં પણ ડ્રોન કેમેરા દ્વારા સર્વેલન્સ હાથ ધર્યું છે.